વાંકાનેર: પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઢુવા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

વાંકાનેર: આજરોજ તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર ના સહયોગથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઢુવા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ આ કેમ્પનું ઉદઘાટન જીલ્લા આરોગ્ય સમીતીના ચેરમેન સરોજબેન વાઘજીભાઇ ડાંગરેચા હાજર રહેલ.તથા ગામ આગેવાનો હાજર રહયા હતા.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૭૦ જેટલા રકતદાતાઓ રકતદાન કરેલ. તાલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફ શેરસીયાએ પણ રકતદાન કરી લોકોને પ્રેરણા પુરી પાડી હતી. બ્લડ ડોનેશન કેમ્પમાં જીલ્લા આરોગ્ય સમીતીના ચેરમેન સરોજબેન વાઘજીભાઇ ડાંગરેચા સહીત સમગ્ર કુટુંબે રકતદાન કર્યું હતું. જેને તાલુકા હેલ્થ ઓફીસરે બીરદાવેલ આ કેમ્પની મુલાકાત મુખ્ય જીલ્લા આરોગ્ય અઘીકારી ડો. પી.કે. શ્રીવાસ્તવએ મુલાકાત લીઘેલ આ કેમ્પને સફળ બનાવવા મેડીકલ ઓફીસર ડો.આશીષ સરસાવડીયા ડો. મનસુખ બોચીયા તમામ સી.એચ.ઓ. તથા આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો