ચોટીલા: 26મી જાન્યુઆરીની ઉજવણી નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન

ચોટીલાના સેવાભાવી લોકોને રક્તદાન કરવા અપીલ

ચોટીલા: “રક્તદાન મહાદાન” વાક્ય ને સાર્થક કરવા તેમજ પ્રજાસતાક પર્વ પર આપણા દેશ પ્રત્યે ની આપણી નૈતિક જવાબદારી તેમજ ફરજ નિભાવવા માટે રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા એક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાઈફ બ્લડ બેંક દ્વારા રક્તદાતાઓના રક્તદાનનની કામગીરી સાંભળશે. આ રક્તદાન કેમ્પમાં 26 જાન્યુઆરી 2021 ના રોજ બપોરે 02 વાગ્યા થી રાત્રે 8 વાગ્યા સુધી આપ રક્તદાન કરી શકાશે.

ચોટીલા મધ્યે આવેલ પ્રાથમિક શાળા નંબર-2, સાર્વજનિક હોસ્પિટલ સામે(ક્ન્યાશાળા) ખાતે યોજાનાર આ બ્લડ ડોનેશન કેમ્પ માં વધુ ને વધુ લોકો રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. લોહી ફક્ત માનવ શરીર માં જ બને છે અને આકસ્મિક બનાવ સમયે તેમજ થેલેસીમિયા ના દર્દી ને ખૂબ જ લોહી ની જરૂર પડતી હોય છે. માટે માનવજાત ના કલ્યાણ અર્થે રક્તદાન જરૂર કરવું જોઈએ.

આ રક્તદાન કેમ્પ વિશે વધુ માહિતી માટે તેમજ આયોજન માં સહકાર માટે રજીસ્ટ્રેશન કરાવવા મોહસીનખાન પઠાણ 92284 32560, વિરમભાઈ ડાંગર 90994 41555, મેહુલભાઈ ખંધાર 90996 52152, ફેઝલભાઈ વાળા 95376 59875, વિજયભાઈ ચાવડા 9825453936, પાયલબેન મોરી 83060 71535, નિરાલીબેન ચૌહાણ 74055 71170 નો સંપર્ક કરવા રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 21
  •  
  •  
  •  
  •  
  •  
    21
    Shares