Placeholder canvas

વાંકાનેર: કારખાનામાં ACના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા તીથવાના 3 યુવાનોને ગંભીર ઇજા…

વાંકાનેર : ઢુંવા પાસે આવેલ સનહાર્ટ પ્રા. લિ.નામના કારખાનામાં એસી ફીટ કરવા ગયેલા તિથવાના ત્રણ એસી ના કારીગરો એસી ફીટ કરી રહ્યા હતા ત્યારે એસીના કમ્પ્રેસરમાં અચાનક બ્લાસ્ટ હતા આ ત્રણ યુવાનોને ગંભીર ઈચ્છા પહોંચી છે.

મળેલી માહિતી મુજબ કંપનીના એસી ફીટીંગનું કામ કરતા વાંકાનેર તાલુકાના તીથવા ગામના ત્રણ યુવાનો આજે ઢુવા પાસે આવેલ સનહાર્ટ ટાઇલ્સ પ્રા. લિ. માં એસી ફીટ કરવા ગયા હતા ત્યારે એસીના કમ્પ્રેસરમાં અચાનક બ્લાસ્ટ થતા આ ત્રણ યુવાનોને ગંભીર રીતે ઇજા પહોંચેલ છે તેઓને પ્રથમ મોરબી હોસ્પિટલમાં અને જેમાંથી એક યુવાનને રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો

આ તીથવા ગામના એ.સી. ફીટીંગ અને ઈલેક્ટ્રીક. કામ કરતાં (૧) અતેસામ હાજીભાઈ પટેલ, ઉંમર-૨૨, તિથવા (૨) સરફરાઝ નુરમામદ પટેલ, ઉંમર-૨૨, તિથવા (૩) જુનેદ મામદભાઈ ખોરજીયા, ઉંમર-૪૨, તિથવા ને રીપેરીંગ વખતે બ્લાસ્ટ થતાં (૧) અતેસામ હાજીભાઈ પટેલ, અને સરફરાઝ નુરમામદ પટેલને ક્રિષ્ના હોસ્પિટલ મોરબી તેમજ જુનેદ ને ગંભીર હાલતમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે.

અમોને મળેલી માહિતી મુજબ આ ત્રણેય યુવાનોને ગંભીર ઈજા પહોંચેલ છે, અને ત્રણેય યુવાનોના શરીરના કોઈને કોઈ ભાગ ગુમાવ્યા છે. એક યુવાને પગ તો બીજાએ હાથ અને ત્રીજાએ આંગળ આ એક્સિડન્ટમાં ગુમાવ્યા હોવાની માહિતી મળેલ છે. આ ઉપરાંત પણ શરીરના અન્ય ભાગોમાં પણ ઘણી બધી ઇજાઓ થયેલ છે,જુનેદની હાલત વધુ ગંભીર હોવાની માહિતી મળી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો