વાંકાનેર: ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા જરૂરીયાત મંદ લોકોમાં ઠંડીના રક્ષણ માટે ધાબળાનું વિતરણ કરાયું.
વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા દાતાઓના સહયોગથી શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરીયાત મંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળનાં સભ્યો રવિભાઇ લખતરીયા, વિજયભાઈ લખતરયા, કિશોરસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ લખતરિયા, જીજ્ઞેશભાઈ પિલોજપરા,કિશનભાઇ પરમાર , મેહુલભાઈ લખતરીયા, લાલાભાઈ ગોહેલ, રુદ્ર, માહિર, જેનીલ વગેર સભ્યો દ્વારા રાત્રિનાં 1 વાગ્યાં સુધી વાંકાનેરનાં અલગ અલગ વિસ્તારોમાં જઈને જરૂિયાતમંદોને ધાબળા આપવાની કામગીરી કરી હતી.
જો આપની આસપાસ કોઇ જરૂિયાતમંદ વ્યકિત હોય તો નીચે દર્શાવેલ નંબર ઉપર સંપર્ક કરવા શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળે જણાવ્યું છે. જેમને આ મંડળના સભ્યો તેમને ધાબળા પહોંચાડી આપશે.
શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર
રવિભાઈ લખતરીયા મો.9824193274


