મોરબીમાં ભાજપની 4649 મતોથી જીત, અપક્ષો 15,692 મત લઈ ગયા

મોરબી : મોરબી- માળિયાની પેટાચૂંટણી ભારે રોમાંચિત રહી છે. અહીં બન્ને ઉમેદવારો વચ્ચે છેક સુધી ભારે રસાકસી જામ્યા બાદ ભાજપનું પલ્લું નામી ગયું હતું. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના વોટશેરિંગના ગણિતને સમજવામાં નિષ્ફળ ગયું હોય હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

મોરબી- માળિયા વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને કુલ મતમાંથી 45.14 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલને 41.09 ટકા મત મળ્યા છે. સામે અપક્ષ ઉમેદવારો 11.76 મત લઈ ગયા છે. અને નોટામાં 2.01 ટકા મત પડ્યા છે. ભાજપ અને કોંગેસ બન્ને ઉમેદવારો વચ્ચે મતની ખૂબ પાતળી લીડ છે. માત્ર 4.05 ટકા વધુ મત મળતા ભાજપ બેઠક કબ્જે કરવામાં સફળ રહ્યું છે.

અપક્ષ ઉમેદવારોમાં સતવારા સમાજના વસંતલાલ પરમાર 6649 મત, મોવર નિઝામભાઈ 3162 અને બ્લોચ ઇસ્માઇલભાઈ 2106 મત લઈ ગયા છે. જ્યારે નાના મોટા થઈને 10 જેટલા અપક્ષ ઉમેદવારો મતદાનના કુલ મતના 11.76 ટકા મત પોતાના ખાતામાં લઈ ગયા છે. જો આ મત કોંગ્રેસમાં પડત તો ભાજપે સીટ ગુમાવવાનો વારો આવત. પરંતુ ભાજપે અપક્ષનું મેનેજમેન્ટ કરીને કોંગ્રેસના મતને ડાયવર્ટ કર્યા હતા. જેથી ભાજપની જીત પાછળનું મુખ્ય કારણ અપક્ષ મેનેજમેન્ટને માનવામાં આવી રહ્યું છે.

કોને કેટલા ટકા મત મળ્યા?

1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : 59,903
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : 64,591 3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : 870
4) કાસમ સુમરા (અપક્ષ) : 559
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : 191
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : 167
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : 6649
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : 2106
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : 539
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : 513
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : 3162
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : 1236 13) NOTA : 2885
14) કુલ : 1,43,071

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •