Placeholder canvas

ગરીબ કલ્યાણ મેળાના નામે ખોટા તાયફા કરતી ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં ખદબદતા શાસકો સામે કડક કાર્યવાહી કરો : આપ

ગરીબ કલ્યાણ મેળાના નામે ખોટા તાયફા કરતી અને વિકાસના બણગા ફૂંકતી ભાજપ સરકાર અને ભ્રષ્ટાચારમાં ખદબદતા મોરબી જિલ્લાના શાસન સામે કડકમાં કડક કાર્યવાહી કરવા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે.

મોરબીમાં પ્રાથમિક સુવિધાને લગતા અનેક પ્રશ્નો છે. પરંતુ ભાજપ શાસિત નગરપાલિકા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે તેમજ મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગથી માંડી તમામ ઉદ્યોગ સરકારના અણધડ વહીવટના કારણે પડી ભાંગ્યા છે તો સરકાર ઉદ્યોગકારો માટે યોગ્ય પગલા ભરે તેવી માંગ સાથે જિલ્લાની જનતાને સારી શાસન વ્યવસ્થા આપો તેવી માંગ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી કરી છે.

આ સમાચારને શેર કરો