skip to content

વાંકાનેર તાલુકા પંચાયતની પીપળીયા રાજ સીટમાં ભાજપે ઉમેદવાર બદલીયા

વાંકાનેર ગઈકાલે સાંજે ભાજપ વાંકાનેર તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે એ સમાચાર સાથે કપ્તાને લખ્યું હતું કે ‘આ યાદીમાં કોઇ ફેરફાર થાય તો નવાઇ ન પામતા’ આમ અમો એ યાદીમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરી હતી તે મુજબ ગઈકાલે ભાજપે જાહેર કરેલી તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદીમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકા પંચાયતની ભાજપે 24 સીટોના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી એ યાદીમાં પીપળીયારાજ તાલુકા પંચાયતની સીટ માં ઉમેદવાર તરીકે રિઝવાનાબેન ઇલમુદિન દેકાવાડીયાનું નામ હતું જ્યારે આજે આ સીટ પર ભાજપના ઉમેદવાર તરીકેનું મેન્ડેડ અમીનાબેન હુસેનભાઈ શેરસિયાનું આવ્યું છે.

આમ વાંકાનેર તાલુકા પંચાયતની પીપળીયારાજ સીટ પર ભાજપે પોતાના ઉમેદવાર બદલ્યા છે, હવે ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અમીનાબેન હુસેનભાઇ શેરસીયા જાહેર થયા છે. જ્યારે તીથવા જીલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર નૂરજંહાબેન ઈસ્માઈલભાઈ કડીવાર ચૂંટણી લડી રહયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો