વાંકાનેરના બોકડથંભા નજીક ટ્રકના જોટામાં આવી જતા બાઈક ચાલકનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના બોકડથંભા રોડ પર ગત તા.23ના રોજ જીજે – 03 – સીકે – 6292 નંબરનું બાઈક લઈને જઈ રહેલા કાનજીભાઈ મેરુભાઈ સરવાડિયા ઉ.59 નામના આધેડના બાઇકને ઓવર ટેક કરતા સમયે જીજે -12 – બીવી – 8468 નંબરના ટ્રક ચાલકે બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જી કાનજીભાઈને ટ્રકના જોટામાં લઇ લેતા ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર જયેશભાઇ કાનજીભાઈ સરાવાડિયા રહે.બોકડથંભા વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

