Placeholder canvas

વાંકાનેર: અમરસર ફાટક પાસેથી બાઇકની ચોરી કરનાર પીપળીયા રાજનો ગેરેજવાળો ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરમાં ચોરી થયેલા બાઇકને સિટી પોલીસની ટીમે પોકેટ કોપની મદદથી શોધી કાઢી બાઇકની ચોરી કરનાર ગેરેજવાળા શખ્સની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેકનીકલ સોર્સનો અભ્યાસ કરી તેમજ હ્યુમન સોર્સથી તેમજ પોકેટ કોપનો ઉપયોગ કરી વાંકાનેર સીટી પો.સ્ટે એ-પાર્ટ ગુ.૨.નં-૯૪૬/૨૨ આઈ.પી.સી કલમ-૩૭૯ના કામે એક હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મૉટરસાઈકલ રજી.નંબર- GJ-36-A-1855 જે અમરસર ફાટક પાસેથી ચોરી થયેલ હોય, આ અનડીટેક્ટ ગુન્હો તેમજ ઈ-એફ.આઈ.આર ને ગણતરીની કલાકોમા શોધી કાઢવામા સફળતા મળેલ છે.

આ બાઇકની ચોરી કરનાર આકીબભાઈ આબીદભાઈ કડીવાર ઉવ.૨૨ ધંધો-ગેરેજનો રહે.પીપડીયારાજ નવી મસ્જીદ પાસે તા.વાંકાનેરવાળાની ધરપકડ કરી બાઇક કબ્જે કર્યું છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર કે.એમ છાસીયા, પોલીસ હેડ કોન્સ યશપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, પોલીસ કોન્સ દીવ્યરાજસિંહ ઝાલા, કુષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઇ ગઢવી તથા પ્રતિપાલસિંહ રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો