Placeholder canvas

મોરબીમાંથી બાઈક ચોરી કરનારને ચોરાઉ બાઈક સાથે વાંકાનેર પોલીસે ઝડપ્યો

વાંકાનેર સીટી પોલીસ ટીમે મોરબીમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરાઉ બાઈક રીકવર કરી આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક શંકાસ્પદ ઇસમ નંબર પ્લેટ વગરના બાઈક સાથે નીકળતા પોકેટકોપ મોબાઈલ ફોનથી સર્ચ કરતા વાહન નંબર અને માલિકની વિગત મળતા તેની પૂછપરછ કરી હતી અને આરોપીએ મોરબીના બસ સ્ટેશન પાસેથી બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી આરોપી છગન કરશન વાઘેલા (ઉ.વ.૩૫) રહે પાડા પુલ નીચે મોરબી મૂળ રહે ઉંમદીયાવદર ભાવનગર વાળાને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક કીમત રૂ ૧૫૦૦૦ વાળું રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં વાંકાનેર સીટી પીઆઈ કે એમ છાસીયા, યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી

આ સમાચારને શેર કરો