Placeholder canvas

વાંકાનેર: કોઠારીયામાંથી બાઈક ચોરી કરનાર ટોળનો ઇસમ ટંકારામાંથી ઝડપાયો.

વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામ ગામમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને ટંકારા પોલીસે વાહન ચેકિંગ સમયે નગરનાકા પાસેથી ઝડપી લઈને ચોરીનું બાઈક કબજે લીધું છે અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા પોલીસ ટીમ નગરનાકા પાસે વાહન ચેકિંગ કામગીરીમાં હોય દરમિયાન એક બાઈક ચાલક મોરબી તરફથી આવતા રોકીને બાઈકના કાગળો અને ડ્રાઈવિંગ લાયસન્સ માંગતા નહિ હોવાનું જણાવી ગોળગોળ જવાબ આપતો હોય જેથી બાઈક જીજે ૩૬ એઈ ૭૩૨૧ શંકાસ્પદ જણાતા ઈ ગુજકોપ પોકેટકોપ મારફત ખરાઈ કરતા બાઈક દાઉદ સતારભાઈ કાજી રહે કોઠારિયા તા. વાંકાનેર વાળાનું બાઈક ચોરી થયું હોય અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું ખુલ્યું હતું. જેથી આરોપી અનીલભાઈ ઉર્ફે મનોજ પ્રેમજીભાઈ ચાવડા (ઉ.વ.૩૦) રહે ટોળ ગામ તા. ટંકારા વાળાને ઝડપી લઈને ચોરીનું બાઈક રીકવર કર્યું છે

આ કામગીરીમાં ટંકારા પીએસઆઈ એમ જે ધાધલ, સી એસ કડવાતર, એસ બી સીદીકી, બીપીનકુમાર શેરશીયા, શૈલેષભાઈ ફેફર સહિતની ટીમ જોડાયેલ હતી

આ સમાચારને શેર કરો