વાંકાનેર

વાંકાનેર: જેતપરડા ગામે લગ્નમાં ગયાને બાઈક ચોરાય ગયું..!!

વાંકાનેર: અરણીટીંબા ગામે રહેતો યુવાન લગ્નમાં પ્રસંગમાં જેતપરડા ગામે જતા ત્યાં તેનું બાઈક પાર્કિંગ કરતા જેની ચોરી થઇ હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે

મળેલ માહિતી મુજબ વાંકાનેરના અરણીટીંબા ગામે રહેતા ભરતભાઈ બાબુભાઈ પરમારે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેવો સબંધીના લગ્નમાં જેતપરડા ગામે પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ જે ૮૮૧૧ લઈને ગયા હતા જ્યાં તેને વિનુભાઈ શામજીભાઈ નંદેસરિયાના ઘર પાસે બજારમાં મોટર સાઈકલ પાર્ક કરેલ હતું જેની કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી હોવાની ફરિયાદ વાકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો