Placeholder canvas

વાકાનેર શહેરમાંથી ધોળા દિવસે બાઈક ચોરાયું !!

વાંકાનેર : આજકાલ ચોરીના બનાવો વધવા લાગે છે, તેમાં ખાસ કરીને વાહન જોઈને બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે વાંકાનેરમાં પણ બાઈક ચોરીનો એક બનાવો શહેર પોલીસ થાણામાં નોંધાયો છે.

વાંકાનેર શહેરમાં આવેલ ડોકટર દેલવાડિયાના દવાખાનામાં પાસેથી રાજકોટના રહેવાસી મુકેશભાઈ હીરાભાઈ વરુ નામના યુવાને પાર્ક કરેલ રૂપિયા 30 હજારની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક અજાણ્યા તસ્કરો ઉઠાવી જતા બાઈક ચોરી અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ સમાચારને શેર કરો