વાંકાનેર

મોરબી-વાંકાનેર હાઇવે પર બાઇક સ્ટંટ કરતા શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ

મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર બાઇક વડે જોખમી રીતે સ્ટંટ કરી વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી રોલા પાડતા શખ્સને મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસે પકડી પાડી ગુનો રજીસ્ટર કરાવીને કાયદાનું ભાન કરાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સોશિયલ મીડીયામાં એક બાઇક સ્ટંટ કરતો વાઇરલ થયેલ હોય જે વિડિયો બાબતે પોલીસે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી. આ વિડીયો જોતા મોરબી- વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર એક બાઇક ચાલક પોતાના બાઇક પુરઝડપે અને બેફીકરાઇથી સર્પાકારે ચલાવી સ્ટન્ટ કરતો હોવાનું નજરે પડતું હતું.

આ બાઇક નં-GJ-13-MM- 9794ના ચાલક ઇમરાનભાઇ ગુલામભાઇ સામતાણી ઉ.વ.૧૯ રહે.મીલ પ્લોટ ચોક, શેરી નં-૦૪ વાંકાનેરવાળાને પોલીસે પકડી પાડતા તેને મોરબી-વાકાંનેર ને.હા રોડ ઉપર વીસ નાલાથી ઢુવા ઓવર બ્રીજ વચ્ચે સ્ટંટ કરતો હોવાની કબૂલાત આપી હતી. તેની સામે વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનુ ભાન કરાવેલ છે.

આ કામગીરીમાં પીઆઇ કે.એમ.છાસીયા, પો.સબ.ઇન્સ. ડી.બી.ઠક્કર, પો.હેડ.કોન્સ વિનોદભાઇ ચાવડા પો.કોન્સ દેવાયતભાઇ ગોહેલ સહિતના રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો