વાંકાનેર:બાઇક પર સ્ટંટ કરનાર યુવાનને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું…

મોરબી : વાંકાનેર-પંચાસિયા રોડ પર રાતીદેવડી ગામ પાસે આવેલી આસોઈ નદીના બ્રિજ પર એક મોટર સાયકલ ચાલક જોખમી રીતે સ્ટંટ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ દરમ્યાન મોરબી ટ્રાફિક જિલ્લા પોલીસે આ સ્ટંટબાજને શોધી કાયદાનું ભાન કરાવ્યું હતું.

પોતાના હવાલાનું મોટર સાયકલ પુર ઝડપે – બેફિકરાઈથી ઉભા ઉભા સ્ટંટ કરતો ચલાવી નીકળ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં વાહન રજી.નં. GJ-03-HC-8736 વાળા હોવાનું જાણવા મળતા પોલીસે વાહનને e.gujcopમાં સર્ચ કરી ડિટેઈલ મેળવી મોટર સાયકલ સાથે આરોપી સાગરકુમાર અશોકભાઈ વરણિયા (ઉ.વ. 21)ને શોધી કાઢી પૂછપરછ કરતા તેને ગુનો કબુલ્યો હતો. ત્યારે મોરબી ટ્રાફિક જિલ્લા પોલીસ દ્વારા વાંકાનેર સીટી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ સમાચારને શેર કરો