Placeholder canvas

વાંકાનેર: G.I.D.C.ના નાકા પાસે ડમ્પરે બાઇક ચાલકનો જીવ લીધો.

વાંકાનેર શહેરમાં જી.આઇ.ડી.સી.ના નાકા પાસે બેકાબૂ ડમ્પર બાઇક સાથે અથડાતાં યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. આ મામલે મૃતકના ભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદી હસમુખભાઇ મોહનભાઇ બોસીયાએ જણાવ્યુ હતું કે, તેમના ભાઈ ભાવેશભાઇ મોહનભાઇ બોસીયા ગત તારીખ ૧૪/૧૨/૨૦૨૨ના રોજ તેમના બાઇક હીરો હોન્ડા શાઈન રજીસ્ટર નંબર જી.જે.૩૬ એ.ડી.૨૬૯૦ પર સવાર થઈ વઘાસીયા ટોલનાકાથી આગળ જી.આઇ.ડી.સી.ના નાકા પાસેથી પસાર થતાં હતાં. એ સમયે આરોપી ડમ્પર ચાલકે તેનું આઇવા ડમ્પર પુરઝડપે બેફીકરાઇથી ગફલત ભરી રીતે ચલાવતા ભાવેશભાઇના બાઇક ડમ્પર અથડાયું હતું. જેને પગલે અકસ્માત સર્જાયો હતો.

આ જીવલેણ અકસ્માતમાં ભાવેશભાઇને માથાના ભાગે, ડાબી બાજુના કાનના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે આઈ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭,૩૦૪-A તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો