Placeholder canvas

વાંકાનેર: બાઈક ચાલકને રોકી ચાર શખ્સોએ માર માર્યો…

વાંકાનેર શહેરમાં જીનપરા મેઈન રોડ ઉપર બાઇકમાં પેટ્રોલ પુરાવા જઈ રહેલા યુવાનને આંતરી ચાર શખ્સોએ વિનાકારણે પાઇપ વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં જીનપરામાં રહેતા કનુભાઇ ઉર્ફે વીકી રમેશભાઇ ચૌહાણ પોતાનું બાઈક લઈને પેટ્રોલ પુરાવા જતા હતા ત્યારે અચાનક જ રોડ ઉપર બાઈક ઉભું રખાવી આરોપી મુનીયો ભરવાડ, ભલાભાઇ ભરવાડ, પકો પાચાભાઇ ભરવાડ તથા ઘના પાચાભાઈ ભરવાડ રહે.બધા જીનપરા વાળાઓએ ઝાપટ મારી લોખંડના પાઈપ વતી માથાના ભાગે તથા વાસાના ભાગે માર મારી ગાળો આપતા આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ સમાચારને શેર કરો