Placeholder canvas

વાંકાનેર થી મોરબી મેલડી માતાજીના દર્શને આવતા બે મિત્રોને અકસ્માત નડ્યો, એકનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ પર નર્સરી ચોકડી પાસે રોડ પર રોંગ સાઈડમાં બેફામ ગતિએ આવતા આઇસરે સામેથી આવતા મોટર સાયકલને અડફેટ લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના શ્રદ્ધા પાન સામે સીટી સ્ટેશન રોડ પર રહેતા રાજેશભાઇ પ્રભુભાઇ પઢારીયાએ આરોપી આઇસર ચાલક જીજે 03 બીવાય ૧૭૪૩ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, તેમનો દીકરો દિપક પોતાનું હીરો એચ એફ ડીલક્ષ મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-03-EN-2934 લઈને તેના મિત્ર દશરથ દેવીદાસ દુધરેજીયા સાથે વાંકાનેરથી મોરબી તરફ મેલડી માતાજીના દર્શન કરવા જતો હતો ત્યારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ પર નર્સરી ચોકડી પાસે સામેથી રોંગ સાઈડમાં આવતા એક લાલ રંગના આઇસર GJ-03-BY-1743ના ચાલકે પુરપાટ વેગે આવી અને દિપકભાઈના મોટરસાયકલને સામેથી અડફેટે લીધું હતું. જેને પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં દીપકભાઈને માથાના ભાગે, ડાબા પગે, ડાબા હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે તેના મિત્ર દશરથને ડાબા પગે ફેક્ચર થયું હતું. અકસ્માતને પગલે બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દીપકનું મોત નીપજ્યું હતું. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો