Placeholder canvas

ખેડૂતો માટે મોટા સમાચાર, રહસ્યમય બીયારણને લઈ સરકારે જાહેર કરી ચેતવણી, એગ્રી Terrorismની આશંકા?

રાષ્ટ્રીય સુરક્ષા માટે આ બિયારણ ખતરો સાબિત થઈ શકે છે. અનેક દેશોએ આ પ્રકારના પેકેટને એગ્રી ટેરરિઝમની આશંકા વ્યક્ત કરી છે.

કૃષિ મંત્રાલયે રહસ્યમય બિયારણના પેકેટને લઈ તમામ રાજ્યોને ચેતવણી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, પૂરા વિશ્વમાં લોકોને મિસ્ટ્રી બિયારણના પેકેટ મળી રહ્યા છે. ભારતમાં પણ લોકોને આ પ્રકારના પેકેટ મળ્યા છે.

કૃષિ મંત્રાલય અનુસાર, આ બિયારણથી રોપામાં બાયોડાયવર્સિટીનો ખતરો થઈ શકે છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ બીજ પાકને નષ્ટ કરી શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે આ બિયારણ ખતરો સાબિત થઈ શકે છે. અનેક દેશોએ આ પ્રકારના પેકેટને એગ્રી ટેરરિઝમની આશંકા વ્યક્ત કરી છે.

કૃષિ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકન કૃષિ વિભાગે આ પેકેટ પર આપેલા આંકડાના ઘોટાળા (બ્રશિંગ સ્કેમ) અને કૃષિ તસ્કરી જાહેર કરી છે. યૂએસડીએએ એ પણ જણાવ્યું કે, આ બિયારણ પાર્સલમાં વિદેશી આક્રમક પ્રજાતિના બિયારણ અથવા રોગજનક અથવા રોગ ફેલાવવાનો પ્રયાસ હોઈ શકે છે. જે પર્યાવરણ, કૃષિ પારિસ્થિતિક તંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે.

કૃષિ મંત્રાલયે રાજ્યોને ચેતવણી જાહેર કરી – સરકારે રહસ્યમય બિયારણના પેકેટ્સને લઈ ચેતવણી જાહેર કરી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, રહસ્યમય બિયારણની વાવણી ન થવી જોઈએ. પૂરા વિશ્વમાં લોકોને રહસ્યમય બિયારણના પેકેટ મળી રહ્યા છે. ભારત, અમેરિકા, જાપાનના લોકોને પેકેટ મળ્યા છે. પેકેટમાં અલગ-અલગ પ્રકારના છોડ માટેના બિયારણ છે. મોટાભાગના પેકેટ ચીનથી મોકલવામાં આવ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..


https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો