Placeholder canvas

મોટાભાઈએ પ્રેમલગ્નન કર્યાને નાનાભાઈએ માર ખાધો…!!!

રાજકોટ: રાજકોટમાં મોટાભાઈએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી નાના ભાઈ નિકેત જગદિશભાઈ પરમાર (ઉં.વ.૨૬, રહે.તિલક પ્લોટ શેરી નં.ર, મોચીબજાર)નું યુવતીનો ભાઈ હર્ષ ઉર્ફે ડોલર ભરત વાઘેલા અને તેનો મિત્ર અબ્બાસ હુશેન તાપાણી અપહરણ કરી રેસકોર્સ અને ત્યાંથી આમ્રપાલી અંડરબ્રિજ પાસે લઈ જઈ મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે જણાવ્યું કે નિકેતના મોટાભાઈ કલ્પેશને તેના જ વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠા વાઘેલા સાથે પ્રેમસંબંધ હોય જે અંગે તેના બન્નેના પરિવારને જાણ હતી. કલ્પેશે ધર્મિષ્ઠાનો પરીવાર લગ્ન કરાવી દેશે તેવી રાહ જોતો હતો. પરંતુ તેણે લગ્ન કરવાની ના પાડતા બન્નેએ ગઈકાલે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. જે અંગે કલ્પેશે તેના ભાઈ નિકેતને ફોન કરી જાણ કરી હતી.

ત્યારબાદ ગઈકાલે તે તેના મિત્ર કાવ્ય સાથે રામનાથપરા સ્મશાનમાં આવેલી મેલડી માતાજીના મંદિરે સ્કુટર પર દર્શનાર્થે ગયો હતો. જ્યાં મંદિર બહાર પાર્કિંગમાં ધસી આવેલા ધર્મિષ્ઠાના ભાઈ હર્ષ ઉર્ફે ડોલર અને અબ્બાસે ‘તારો ભાઈ ક્યાં ? તે મારી બહેનને ભગાડી ગયો છે’ કહી ગાળો ઈ મારકુટ કરી હતી. લોકો એકઠા થઈ જતા તેણે કાવ્યને નિકેતના બાઈકની ચાવી આપી તેને રવાના કરી દીધા બાદ બન્ને નિકેતને સ્કૂટરની વચ્ચે બેસાડી અપહરણ કરી રેસકોર્સના ગ્રાઉન્ડમાં લઈ યા હતા. જ્યાં તેને જ્ઞાાતિ પ્રત્યે હડધુત કરી ધમકી આપી મારકુટ કરી હતી.

બાદમાં હર્ષે તેને ‘તારા ભાઈને ફોન કરીને કહે કે મારી બહેનને મારા ઘરે મુકી જાય નહીતર ત્યાં સુધી તને ઘરે નહી જવા દઈએ અને માર મારતા રહીશું’ કહેતા તેણે તેના ભાઈને ફોન કરી આ હર્ષ અને અબ્બાસ મને પકડીને રેસકોર્સ લઈ આવ્યા છે તેમ કહ્યું હતું. ત્યારબાદ બન્ને આરોપી તેને ફરીથી સ્કુટર પર આમ્રપાલી અંડરબ્રિજ પાસે રેલવે ટ્રેક નજીક શેરીમાં લઈ ગયા હતા. ત્યાં પણ મારકૂટ કરી હર્ષે મારી બહેનને મારા ઘરે મુકી જા જે નહીતર ફરી તને અને તારા પિતાને પકડીને મારીશ કહી ગાળો દઈ ત્યાંથી જતા રહ્યા હતા. હાલ પોલીસે વધુ તપાસ જારી રાખી છે.

આ સમાચારને શેર કરો