વાંકાનેરમાં ગત રાત્રે દશેક ભૂકંપના આંચકા અનુભવાયા…!!!
વાંકાનેર: ગત્ર રાત્રે વાંકાનેર તાલુકામાં એક પછી એક એમ આશરે દશેક વખત ભૂકંપના આચકાનો અનુભવ થયો હતો, જેમને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ,વાલાસણ વિસ્તારમાં ગત રાત્રે આશરે 9:30 વાગ્યાની આસપાસ એક પછી એમ દસેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ આંચકાઓ ઓછી તીવ્રતા વાળો અને ઓછા સમયના હતા. પરંતુ લોકોને કહેવા મુજબ એક પછી એક એમ દસેક આંચકા આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને ગભરાટ ફેલાયો હતો. આવા એકથી વધુ આંચકા આવવાના કારણે વાલાસણ ગામથી જાગૃત યુવાનોએ કપ્તાનમાં ફોન કરીને જાણ કરી હતી. આ ભૂકંપના આંચકા વાલસણ પીપળીયા રાજ અને અરણીટીંબામાં અનુભવાયાની માહિતી છે અનય જગ્યાએ આંચકાની કોઈ માહિતી મળેલ નથી. કોઈ જગયાએ નુકશાની થયાના પણ સમાચાર નથી.
આ આંચકાએ 26 જાન્યુઆરી નજીક હોવાનું યાદ અપાવી દીધું, વર્ષો જૂની એ દુઃખદ કુદરતી આફતની યાદ ફરી પાછી તાજી થઈ ગઈ…

