વાંકાનેર: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખની હોસ્પિટલ અને બંધુ સમાજ દવાખાનાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. બંધુસમાજના દવાખાનામાં હવે જગ્યા નાની પડતી હોય જેના કારણે તમામ વિભાગો શરૂ કરી શકાતા નથી જેથી ટ્રસ્ટ દ્વારા રાતીદેવડી રસ્તા પર બેલી કારખાનાની બાજુમાં એક મોટી જગ્યા ખરીદવામાં આવી છે. આ જગ્યા પર આગામી આસો સુદ નોમ એટલે કે 01/10/2025 ને બુધવારના રોજ આ નવી જગ્યાએ નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભૂમિ પૂજન કરવામાં આવશે.
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સમગ્ર મોરબી જિલ્લામાં એકમાત્ર ટ્રસ્ટ છે જે લોકોને આંખમાં મોતિયા અને ત્રાસી આંખના ઓપરેશનની વિનામૂલ્યે અને રાહત દરે સુવિધા પૂરી પડે છે. દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર દ્વારા રાહત દરે વૈદકીય સારવાર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 25 જેટલી સ્કૂલોને નવી બનાવી છે અથવા ફર્નિચર, બેન્ચીસ વગેરેની સહાય કરેલી છે. ભવિષ્યમાં આ સંસ્થાનું લક્ષ્ય ટેકનોલોજી સેન્ટર પણ બનાવવાનું છે, જેમાં વિદ્યાર્થીઓને અત્યારની અત્યાધુનિક ટેકનોલોજી સાથે સુસંગત કરાવી શકાય.
આ ટ્રસ્ટ દ્વારા ખરીદ કરાયેલી જમીન ઉપર નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટર બનવા જઈ રહ્યું છે. જેનું ભૂમિ પૂજનનો કાર્યક્રમ નીચે મુજબ છે.
તારીખ: 01-10-2025, બુધવાર (આસો સુદ નોમ)
સમય: સવારે 11:00 થી 12:30
સ્થળ: કિરણ સિરામિકની સામે, બેલી રીફ્રેકટરીસ ની બાજુમા, જડેશ્વર રોડ, વાંકાનેર

