વાંકાનેર: ભેરડા ગામે વીજળી પડતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : ગઈકાલે રાત્રે વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આકાશી વીજળી પડતા ગંભીર રીતે દાઝી ગયેલા ઉત્તરપ્રદેશમાં વતની યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં હમીરભાઈ અમરશીભાઈની પથ્થરની ખાણની ઓરડીમા રહેતો મૂળ ઉતરપ્રદેશનો વતની વીરેન્દ્ર ઉમાશંકર યાદવ ઉ.35 નામનો યુવાન ખાણ નજીક ઓરડી પાસે ઉભો હતો ત્યારે આકાશી વીજળી પડતી આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો