વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ નદીના કાંઠે પગ લપસી જતા અમદાવાદ ઠક્કરબાપા નગરમાં રહેતા જગદીશભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ ઉ.40 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.