વાંકાનેર

વાંકાનેર: જંક્શન તાલુકા શાળાના પૂર્વ આચાર્યનો વિદાય સમારોહ યોજાયો…

વાંકાનેર : તારીખ 30 ડિસેમ્બર ને સોમવારના દિવસે જાલી પ્રાથમિક શાળાના શિક્ષિકા અને 23 વર્ષ સુધી જંકશન તાલુકા શાળામાં ફરજ બજાવનારા તાલુકા શાળાના પૂર્વ આચાર્ય ભાવનાબેન ઠાકરનો વિદાય સમારોહ યોજાયો હતો. આ તકે ભાવનાબેન ઠાકર તરફથી સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય પ્રસંગે પોતાની ભૂતપૂર્વ શાળા જંકશન તાલુકા શાળાને 11,000 રૂપિયાનું રોકડ અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ વાંકાનેર પુસ્તક પરબને રૂપિયા 5,000 ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. જેથી સમગ્ર જંકશન તાલુકા શાળા પરિવાર તેમજ પુસ્તક પરબની ટીમે ભાવનાબેન ઠાકરનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરો