અગમ્ય કારણોસર મહિલાએ જીવનનો અંત આણ્યો; વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી
વાંકાનેર: વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતી 30 વર્ષીય મહિલાએ ગતકાલે બપોરના સમયે પોતાના ઘરે આપઘાત કરી લેતા બનાવથી અરેરાટી ફેલાઈ હતી.
બનાવ અંગે મળતી વિગતો મુજબ, ભાટિયા સોસાયટીમાં રહેતા નીલમબા નિર્મળસિંહ ઝાલા (ઉં.વ. 30) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બનાવ અંગે અકસ્મિક મૃત્યુ (ADR) અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા મહિલાના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
#KaptaanNews #Wankaner #WankanerNews #MorbiNews #GujaratNews #વાંકાનેર #મોરબી #કપ્તાનન્યૂઝ
Kaptaan News સાથે જોડાયેલા રહો: મોરબી-રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તાજા સમાચાર માટે અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને Facebook, Instagram, X તથા YouTube પર @kaptaannews — Kaptaan Newsને Follow/Subscribe કરો.
