વાંકાનેર

વાંકાનેર: ભંગેશ્વર 1 કરોડનાં ખર્ચે સી.સી.રોડનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

વાંકાનેર તાલુકાનાં ભંગેશ્વર ખાતે ભંગેશ્વરથી તીથવા જડેશ્વર રોડ સુધીનો 1 કરોડનાં ખર્ચે સી.સી.રોડનું વૈદિક વિધી વિધાન સાથે ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, વાંકાનેર નગરપાલિકા ઉપ પ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને સદસ્યત ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ જેપાર, તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વિંજવાડીયા, વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલર ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બ્રિજરાજસિંહ ઝાલા,મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપાધ્યક્ષ ડાયાભાઈ સરૈયા, ભલગામ સરપંચ લખાભાઈ હીરાભાઈ, ઠીકરીયાળા ગામનાં સરપંચ હકાભાઈ નાકીયા, ધમલપર ગામનાં સરપંચ અરવીંદભાઈ અંબાસણીયા, સહકારી આગેવાન બચુભાઈ કુણપરા, ભરતભાઈ પટેલ, રઘુવીરસિંહ જાડેજા, વિરાજભાઈ મહેતા, બીપીનભાઈ ચૌહાણ,જયેશભાઈ પટેલ, ગુણવંતભાઈ ગગજીભાઈ, ભંગેશ્ચર મંદિર ટ્રસ્ટીઓ તેમજ નગરપાલિકા કાઉન્સિલરો અને સરપંચો સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમાચારને શેર કરો