વાંકાનેર: ભજીયાએ કરાવ્યા કજીયા, ભાગીદારમાં ડખો, પોલીસ ફરિયાદ

વાંકાનેર: કુંભારપરામાં વિસ્તારમાં રહેતા અને ભજીયાની લારી ચલાવતા યુવાનની તબિયત નાદુરસ્ત હોવાથી લારી ખોલી ના હોય જે મામલે તેમના ભાગીદારે તેને માર મારી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરના કુંભારપરાના રહેવાસી સંજયભાઈ બાબુભાઈ દેગામાંએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે આરોપી નજરૂદિન ગનીભાઈ બાદી રહે મહિકા તા. વાંકાનેર વાળા સાથે ભાગીદારીમાં મહિકા ગામે ભજીયા ગાંઠીયાની લારીની ભાગીદારીમાં ધંધો કરતા હોય અને તેની તબિયત સારી ના હોય રવિવારે લારી ખોલી ના હોય જેથી આરોપી નજરૂંદિન ગનીભાઈ બાદીએ ઘરે આવી તે આજે લારી કેમ ખોલી નથી? કહી ગાળો આપી ઘરમાં પડેલ ચાકુ વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર સીટી પોલીસે હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 138
  •  
  •  
  •  
  •  
  •  
    138
    Shares