યુવા અને સાંસ્કૃતિક વિભાગ મોરબી દ્વારા આયોજિત યુવક મહોત્સવ 2024માં શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય નું શ્રેષ્ઠ પ્રદર્શન
વાંકાનેર: શ્રીમતી એલ.કે સંઘવી કન્યા વિદ્યાલયની બહેનોએ જિલ્લા કક્ષાના યુવક મહોત્સવમાં સાર્થક વિદ્યામંદિર ખાતે લોકકૃત્યમાં ભાગ લીધેલ જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં તેનો દ્વિતીય નંબર આવેલ છે તેમજ એકપાત્રિય અભિનયમાં પણ બીજો નંબર બ્લોચ અરીના એ પ્રાપ્ત કરેલ આ ઉપરાંત લોકગીત અને નિબંધ સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
આ વિધાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શાળાના આચાર્ય દર્શનાબેન જાની તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ શુભકામનાઓ પાઠવે છે શાળાની બધી વિદ્યાર્થીની બહેનોને માર્ગદર્શન સેજલબેન ચુડાસમા અને શિક્ષકો એ આપેલ હતું આપ તમામ તાલુકામાં પ્રથમ આવેલ સ્પર્ધકોને જિલ્લાના તેમના શ્રેષ્ઠ પ્રદર્શન જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે પણ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ


