Placeholder canvas

હેવાન પતિ પત્નીનાં કપડાં કાઢી ગુપ્તાંગો પર ફેંટો અને બેલ્ટથી મારતો…

મહિલાએ કહ્યું ‘છૂટાછેડા અપાવો, સહન નથી થતું’

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ કહ્યું સાહેબ, લાફો મારે તો ઠીક છે, પરંતુ પતિ શરીર પરથી કપડાં ઉતારીને ગુપ્ત અંગો પર હાથ ફેરવી ત્યાં ફેંટો અને બેલ્ટથી મારે છે, જે સહન નથી થતું.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન 181માં એક મહિલાનો ફોન આવ્યો હતો કે, મને મારા પતિ માર મારી મને હેરાન કરે છે. જેથી સિવિલ લોકેશનની હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. મહિલાના ઘરે પહોંચી તો મહિલા ખાટલા પર સૂતી હતી અને તેના પતિ બાજુમાં ઊભા હતા. આ અંગે પૂછપરછ કરતા પોતાની આપવીતી જણાવતાં પત્નીએ કહ્યું કે, પતિ લગ્નના સમયથી જ મારી સાથે મારપીટ કરે છે. લાફા મારે તો સહન થાય, પરંતુ શરીર પરથી કપડા ઉતારી હાથ ફેરવી ત્યાં ફેંટો અને બેલ્ટથી મારમારે તો તે સહન થતું નથી.

આ મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે… લગ્નના સમયથી જ મારી સાથે મારપીટ કરે છે. મારા પતિ ગુસ્સામાં ગાળો જ બોલતા હોય છે. અમારે એક બાળક પણ છે અને તે પણ ડરી ગયું છે. પતિ ઓછું કમાય છે, જેથી મારા પિતાએ તમામ ઘરવખરી અને વસ્તુઓ આપી હતી છે. છતાં પણ મારી સાથે મારપીટ કરે છે. હવે પતિના અસહ્ય ત્રાસ અને મારથી કંટાળી અને મારા બાળકના સારા ભવિષ્ય માટે હવે મેં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.

આ સમાચારને શેર કરો