આરોગ્યગુજરાત

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 400 નજીક, અમદાવાદમાં 18વર્ષીય યુવતીનું મોત…

ભારતમાં કોરોના મહામારી ફરી ફેલાઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ કૂદકેને ભૂસકે કોરોના કેસ વધી રહ્યા છે. એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં નવા 50 કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસનો આંક વધીને 197 થયો છે. મોટાભાગના હોમઆઈસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. બીજી બાજુ કોરોનાના હાહાકાર વચ્ચે અમદાવાદમાં વધુ એક 18 વર્ષીય યુવતી મોતને ભેટી છે. વિંઝોલની સગર્ભાને હૃદયની બીમારી હોવાથી કોરોના પોઝિટિવ આવતાં એલજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

ગુજરાતમાં એક્ટિવ કેસ 400 નજીક, 22 દર્દી હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ ઉપરાંત રાજકોટ, ગાંધીનગર, સુરત સહિતના 16 મહાનગરો, જિલ્લાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ વકર્યું છે. ગાંધીનગરમાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં સેક્ટર-21માં 74 વર્ષના તબીબ અને જિલ્લાના કલોલ શહેરમાં 34 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધુ બે કેસ સાથે ગાંધીનગર શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 13થી ઉપર પહોંચ્યો છે. રાજકોટમાં નવા ૭, ભાવનગરમાં એક અને મહેસાણામાં નવા ૩ કેસ ઉમેરાયા છે.

આ સમાચારને શેર કરો