વાંકાનેરમાં બેરોકટોક વેચાણી ચાઇનીઝ દોરી..!!
વાંકાનેર: સંક્રાતમાં પતંગ ઉડાડવા માટે ચાઇનીઝ દોરી વેચવા ઉપર અને ખરીદવા ઉપર સરકારે પ્રતિબંધ તો મૂકી દીધો પરંતુ એની યોગ્ય અમલવારી કરવામાં સરકાર સરેઆમ નિષ્ફળ ગઇ છે અને તેમના વરવા પરિણામો સામે આવી રહ્યા છે.
વાંકાનેરમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા અને ન વેચવા માટેની જાગૃતિ માટેની એક રેલીનું આયોજન જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું અને દેખાવા પૂરતી ફિરકી પકડીને ચોપડા ઉપર કામગીરી બતાવી ને સંતોષ માન્યો હતો પરંતુ ખરેખર વાસ્તવિકતા નો ચિતાર કંઈક જુદો સામે આવી રહ્યો છે.
સંક્રાતના આગલા દિવસે અને તે પૂર્વે વાંકાનેરમાં ચાઇનીઝ દોરીનું બેરોકટોક વેચાણ થયું છે. જવાબદાર તંત્ર દેખાળા પૂરતી કામગીરીના કારણે વેપારીઓએ ભાવમાં વધારો કરીને વેચાણ કર્યું સંક્રાંતની ખરીદી મોટાભાગે આગલા દિવસે અને રાત્રે થતું હોય છે. ત્યારે આ તંત્ર ક્યાંય દેખાતું નહોતું..! અમોને મળેલી માહિતી મુજબ વાંકાનેરમાં મોટાભાગના સ્ટોલો પર ચાઇનીઝ દોરી બેરોકટોક વેચાતી હતી.