ગુજરાત

બાપુનગર: અકબરનગરના ૧૨૦૬ મુસ્લિમ મતદારોના નામ યાદીમાંથી ગાયબ? રાજકીય દબાવમાં મત અધિકાર છીનવાયો હોવાનો આક્ષેપ


ડિમોલિશન બાદ વિખેરાયેલા પરિવારોને ‘SIR’ પ્રક્રિયામાં અન્યાય; બ્લોક લેવલ ઓફિસર (BLO) એ ફોર્મ લેવાનું બંધ કર્યાની ફરિયાદ; મુજાહિદ નફીસે મુખ્ય નિર્વાચન અધિકારીને પત્ર લખી તપાસની માંગ કરી

અમદાવાદ: અમદાવાદના ૪૯-બાપુનગર વિધાનસભા વિસ્તારમાં આવેલા અકબરનગરના છાપરા વિસ્તારમાં રહેતા ૧૨૦૦થી વધુ મુસ્લિમ મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો મોટો વિવાદ સામે આવ્યો છે. માઈનોરિટી કોઓર્ડિનેશન કમિટી (MCC) ના કન્વીનર મુજાહિદ નફીસે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લને પત્ર લખી ગંભીર આક્ષેપ કર્યો છે કે રાજકીય દબાવ હેઠળ આ વિસ્તારના લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી જાણીજોઈને બાકાત રાખવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અકબરનગરના છાપરા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે ત્યાં રહેતા ૧૨૦૬ મતદારો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. હાલમાં રાજ્યમાં ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા હેઠળ ૧ જાન્યુઆરી ૨૦૨૫ની લિસ્ટ મુજબ Enumeration ફોર્મ ભરીને BLO (બૂથ લેવલ ઓફિસર) ને આપવાના હતા.

ગંભીર આક્ષેપો: “MLA ના પત્ર બાદ ફોર્મ લેવાનું બંધ થયું”
મુજાહિદ નફીસે પોતાના પત્રમાં જણાવ્યું છે કે… શરૂઆતમાં BLO દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવતા હતા, પરંતુ અચાનક તે બંધ કરી દેવાયા.
સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે બાપુનગરના ભાજપના ધારાસભ્ય (MLA) ના પત્રના આધારે આ પ્રક્રિયા રોકી દેવામાં આવી છે.
૩૦૮ લોકોએ ફોર્મ ભર્યા હોવા છતાં, ડ્રાફ્ટ લિસ્ટમાં આ બૂથના લોકોના નામ ‘Uncollectable Enumeration Form’ કેટેગરીમાં બતાવીને રદ કરી દેવાયા છે.

બેવડું ધોરણ: ચંડોળા તળાવમાં કેમ્પ, અકબરનગરમાં કેમ નહીં?
પત્રમાં એ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે કે ચંડોળા તળાવ વિસ્તારમાં પણ ડિમોલિશન થયું હતું, પરંતુ ત્યાં ચૂંટણી પંચે સ્પેશિયલ કેમ્પ લગાવીને લોકોના ફોર્મ ભર્યા છે અને તેમના નામ લિસ્ટમાં છે. તો પછી અકબરનગરના રહીશો સાથે આવો ભેદભાવ કેમ?

આ સમાચારને શેર કરો