Placeholder canvas

વાંકાનેર: BAOU કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો…

ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ અંતર્ગત શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકાનેર અભ્યાસ કેન્દ્ર 1446 દ્વારા વખારિયા ઓડિટોરિયમ , કે.કે.શાહ માધ્યમિક સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાયો હતો.

આ સમારોહમાં અમરસિંહજી કેમ્પસ ખાતે કાર્યરત BAOU વાંકાનેર અભ્યાસ કેન્દ્ર માં સ્નાતક (B.A…B.com) તથા અનુંસ્નાતક ( MSO,MEG.MGT.) કક્ષાએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓ તથા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. ના 270 જેટલા અભ્યાસ કેન્દ્રોના વિદ્યાર્થીઓમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે આર્ટસ વિભાગ માં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવનાર બાદી રીઝવાના બેન અબ્દુલરહીમભાઈ તથા કોમર્સ વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવનાર ચાવડા રસીલાબેન સુરેશભાઈ તથા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજાયેલ તેજ તૃષા સ્પર્ધા 2022 માં વાંકાનેર સેન્ટરમાંથી રાસ ગરબા સ્પર્ધામાં રાજ્યકક્ષાએ દ્વિતીય નંબર મેળવનાર 14 વિદ્યાર્થીઓ તથા કોલાઝ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવનાર શેરશિયા શમાબાનું તથા ગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવનાર સાંગધ્રા ડોલીનબેન ..વગેરે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ લલિત ભાઈ મહેતા ,માનદમંત્રી અનંતરાય મહેતા,તથા ટ્રસ્ટીઓ,તથા વિદ્યાર્થીઓના વાલીઓએ હાજરી આપી હતી..સાથે સાથે google meet ની લીંક દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના રાજકોટ પ્રાદેશિક કેન્દ્રના રીઝનલ ડાયરેકટર સચીબેન ભટ્ટ,તથા આસિસ્ટન્ટ ડિરેક્ટર નિધિબેન દેસાઈ તથા અન્ય અભ્યાસ કેન્દ્ર ના સંયોજકઓ તથા તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ કાર્યક્રમ માં વિધાર્થીઓએ અભ્યાસ કેન્દ્ર ના સંચાલક શ્રીમતી શીતલબેન શાહ તથા યુનિ વિશે પોતાના પ્રતિભાવો આપ્યા હતા.તથા ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અભ્યાસ કેન્દ્રના વહીવટી અધિકારી યજ્ઞેશભાઇ ભટ્ટ અને શીતલબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું…

કપ્તાન સાથે જોડાવા માટે…

👇👇👇👇👇👇👇👇👇👇

વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx

મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો