Placeholder canvas

મોરબી જીલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના સમાપન પછી લાગ્યા બેનરો !!

ચોરેને ચોકટે લોકોમાં બસ કટહાસ્ય પૂર્વક એક જ ચર્ચા આ “કોના બાપની દિવાળી”.

મોરબી જીલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન એ રાજ્ય સરકારનું પ્રશંસનીય કાર્ય છે, પણ લાખોના ખર્ચે બનેલા આ બેનરો મેળાના આયોજન પુર્વે ગરીબોને લાભ મળે તે માટે જાહેરાત માટે અને રાજ્ય સરકાર દ્વારા થયેલા વિકાસકાર્યોને અનુલક્ષીને લગાવાતા હોય છે.

પરંતુ હડમતિયા જેવા અનેક ગામમાં તા. ૨૭/૨/૨૦૨૨ ના રોજ આ બેનરો લાગતા લોકોમાં રમુજ ફેલાઈ છે. આવા બેનર કદાચ શાસકપક્ષના મેનેજમેન્ટના અભાવ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીની છતી પોકારતા જોવાં મળે છે. આ બેનરો પણ પવનની લહેરખીઓ સાથે હમણાં જ ભો ભીતર થઈ જાય તેમ ડોલી રહ્યાં છે. લોકો હાસ્ય સાથે જણાવી રહ્યાં છે કે ગરીબ કલ્યાણ મેળાનું સમાપન પછી આવા બેનરો લગાવવાથી રાજ્ય સરકારને શું ફાયદો થવાનો..?

પ્રજાના પૈસે આવા બેનરો લાગવાથી આખરે નુકશાની તો આમજનતાને જ ભોગવવાની ને..”કોના બાપની દિવાળી” ફક્ત દિવાલોના ટેકે ઉભા કરી જતા રહ્યા છે. આવા બેનરોથી મોરબી ભાજપ સંગઠન જાગશે કે પછી જૈસે થે

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો