Placeholder canvas

વાંકાનેર: ભાયાતી જાંબુડિયામાં આવેલી ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપાયો.

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલી ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને ગાંજો તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ મોરબી SOG ટીમ રાત્રીના પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે, મનોજ ગોપ વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલા આયોટા ટાઈલ્સ કારખાનામાં મજુરની ઓરડીમાં પહેલા માળે રહે છે. જે ઇસમે ઓરડીમાં ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખી તેનું વેચાણ કરે છે. જેથી SOG ટીમે સ્થળ પર રેડ કરી હતી. જેમાં લેબર ક્વાર્ટરના રૂમમાં તપાસ કરતા 1 કિલો 675 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

SOGએ ગાંજો કીંમત રૂપિયા 16750 અને એક મોબાઈલ સહીતનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ તપાસ PSI એમ.જે. ધાંધલને સોંપવામાં આવી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં ક્યાં વેચાતો હતો. હાલ પોલીસ તેની તપાસ ચલાવી રહી છે.

આ સમાચારને શેર કરો