Placeholder canvas

વાંકાનેર: બોગસ ટોલનાકાના આરોપી ધમભા સહિત ત્રણના જામીન મંજુર…

વાંકાનેરના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ અને ભાજપ અગ્રણી ૧). ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, ૨). યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને ૩). હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની જામીન અરજી મંજૂર

20 જાન્યુઆરી રોજ 3 આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા હતા પછી વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરેલ જેની સુનાવણી 22 જાન્યુઆરીના રોજ રાખેલ જેમાં વાંકાનેરના યુવા એડવોકેટ પૂર્વ વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ મયુરસિંહ એસ પરમાર ધારદાર દલીલ સુપ્રીમ કોર્ટને લગતા વિવિધ ચુકાદાઓ જામીન અરજીમાં રજૂ કરેલ જે ચુકાદાઓને ધ્યાનમાં રાખીને હાલની રેગ્યુલર જામીન અરજી વાંકાનેર કોટે મંજુર કરેલી છે 3 આરોપીને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવાનું હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી 1 ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, ૨). યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને ૩). હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની વતી એડવોકેટ વાંકાનેર બારના પૂર્વ પ્રમુખ મયુરસિંહ એસ પરમાર તથા એડવોકેટ ભગીરથસિંહ જાડેજા વિજય આર બાંભવા,યોગીરાજસિંહ ઝાલા રોકાયેલા હતા

આ સમાચારને શેર કરો