વાંકાનેર

વાંકાનેરમાં પેટ્રોલપંપના ધંધાર્થી પર હુમલો કરનારની જામીન અરજી રદ…

વાંકાનેરના વઘાસીયા ટોલ નાકા પાસે પેટ્રોલ પંપ ધરાવતા રાજકોટના વતની અમીતભાઇ જંયતીલાલ માંકડીયાના પેટ્રોલ પંપ પાસે સર્વીસ રોડથી આગળ સરકારી ખરાબાની જમીનમા આ કામના આરોપી મનદીપસિંહ ઝાલાએ હોટલ તથા વે-બ્રીજ તથા રેતીના ઢગલા કરી જમીનનુ દબાણ કરેલ હોય જે બાબતે અગાઉ અમિતભાઈએ મોરબી કલેક્ટર ઓફીસ તથા મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે લેખિત ફરિયાદ કરી હોય જેનો ખાર રાખી આરોપી મનદીપસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સોએ કારમા આવી નીચે તેમની કારને ઘેરી લીધી હતી અને લાકડીથી અમિતભાઈની GJ-36-L-5343 નંબરની ટોયોટા ગ્વાલાન્ઝ કારનો આગળનો કાચ તોડી નાખી નુકશાની કરી તેમજ ફરીયાદીને બહાર કાઢી લાકડી વતી બન્ને હાથે ફ્રેક્ચર જેવી ઇજા કરી તેમજ ત્રણેય આરોપીઓએ ફરીને ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી જેમ ફાવે તેમ ગાળો આપી હતી,

આ બનાવમાં ધંધાર્થીએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. આ ઘટનામાં પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા અને જેલ હવાલે કર્યા હતા જે બાદ આરોપી મનદીપસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા, રવિરાજ દેપાલસિંહ રાણા અને સંજય રમેશભાઈ ધોરીયા એ મોરબી કોર્ટમાં જામીન અરજી મૂકી હતી કોર્ટે તે રદ કરેલ છે.

આ સમાચારને શેર કરો