Placeholder canvas

ટંકારામાં રોકડ રકમ અને ડોક્યુમેન્ટ ભરેલ બેગ મૂળ માલિકને પરત સોપી.

ટંકારા તાલુકામાં કારખાનાના કર્મચારીનો રોકડ અને ઓરીજીનલ ડોક્યુમેન્ટ ભરેલ બેગ ખોવાયું હોય જે બેગ એક વેપારીને મળી આવતા મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

આ બનાવની વિગત એવી છે કે એક્ટીવપેટ કારખાનાના ઓપરેટર રાવળ ભરતભાઈની રોકડ ભરેલ બેગ ખોવાઈ હતી જે બેગ લજાઈ ગામના સંજયભાઈ કાનજીભાઈ મસોતને મળી હતી જેથી તેઓએ બેગ પરત કરવા મૂળ માલિકની તપાસ ચલાવી હતી અને વોટ્સએપના માધ્યમથી મેસેજ કર્યો હોય જેની જાણ ફેકટરીના ઓનર જયદીપભાઈને થતા તેઓ લજાઈ એગ્રો દુકાને આવી પોતાની ઓળખ આપી હતી જેથી રોકડ રકમ રૂ ૪૭,૩૦૦ ઓરીજીનલ ડોક્યુમેન્ટ ભરેલ બેગ પરત આપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

આ સમાચારને શેર કરો