વાંકાનેર: વર્લી ફીચરના આંક લખી જુગાર રમતો એક પકડાયો

વાંકાનેર : વાંકાનેરમાં એક શખ્સને વર્લી ફીચરના આંક લખી જુગાર રમતા પકડી પાડવામાં આવ્યો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 19ના રોજ વાંકાનેરના નેશનલ હાઇવે રોડ પર જીનપરા રેલ્વેના નાલા પાસે સાગરભાઇ શામજીભાઇ સોલંકી (ઉ.વ.19, ધંધો.મજુરી, રહે.જીનપરા શેરી)ને નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સાગર પાસેથી રોકડ રકમ રૂ. 1,150 જપ્ત કરી છે. તેમજ આરોપીની અટકાયત કરી છે.

આ સમાચારને શેર કરો