મોરબી

મોરબીમાં કરૂણ દુર્ઘટના: ઘેર કલરકામ ચાલતું હતું, 6 વર્ષની માસૂમ બાળકી કેમિકલ પી જતાં મૃત્યુ

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના મફતિયાપરામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં કલરકામ માટે વપરાતું કેમિકલ પી જવાથી એક 6 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત તારીખ 18મીના રોજ મફતિયાપરામાં રહેતા પંકજભાઈ વિકાણીના ઘરમાં કલરકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન તેમની પુત્રી મનીષા પંકજભાઈ વિકાણી (ઉંમર 6 વર્ષ)એ ભૂલથી કલરમાં નાખવા માટે લાવેલું કેમિકલ પી લીધું હતું.

બાળકીની તબિયત બગડતાં તેને તાત્કાલિક પહેલા મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, છ દિવસ સુધી મૃત્યુ સામે ઝઝૂમ્યા બાદ ગત તારીખ 24મીના રોજ મનીષાનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

આ સમાચારને શેર કરો