Placeholder canvas

વાંકાનેર ખાતે પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા બાબુભાઈ ઉઘરેજા

પાણીના કુંડા તેમજ ચકલીના માળા વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો

By મયુર ઠાકોર -વાંકાનેર
વાંકાનેરના વતની અને હાલ રાજકોટ સ્થાયી અને રાજકોટ મહાનગરમાં છેલ્લી ત્રણ ટર્મથી કોર્પોરેટર તેમજ શાસક પક્ષના નેતા રહી ચૂકેલ બાબુભાઈ ઉઘરેજા દ્વારા પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગર વોર્ડ નં ૩ ના કોર્પોરેટર તેમજ વાંકાનેર કોળી સમાજના અગ્રણી સ્વભાવે સરળ અને શાંત બાબુભાઈ છેલ્લા ઘણા સમયથી સમાજ સેવા તેમજ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે અવાર નવાર કોળી સમાજ હોય કે અન્ય સમાજ હોય કોઈ પણના નાના મોટા કામમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે.

ત્યારે ક્યાંકને ક્યાંક લોક ઉપયોગી રહેવાના પ્રયત્નો કરતા હોય છે ત્યારે આજે પોતાના ૫૧ માં જન્મદિવસ નિમિતે શહેરના બાપુના બાવલા પાસે પોતાના પરિવારના સભ્યો તેમજ અગ્રણીઓ મિત્રો સાથે મળી સેવા ગ્રુપના સહયોગથી પાણીના કુંડા, ચકલીના માળા તેમજ ચણનું વિનામૂલ્યે વિતરણ કરી એક અનોખી પ્રેરણાદાયી ઉજવણી કરી હતી અને બહોળી સંખ્યામાં લોકોએ સેવાનો લાભ લીધો હતો.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો