વાંકાનેર:કોઠારીયા ગામે PMJAY આયુષ્યમાન કાર્ડ માટેનો કેમ્પ યોજાયો.
વાંકાનેર: આજે જિલ્લા પંચાયત મોરબી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના આયુષ્યમાન આરોગ્ય મંદિર કોઠારીયા ગામે PMJAY આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પ રાખવામા આવ્યો હતો. જેમા જિલ્લા પંચાયતના સદસ્ય ઝહીરઅબ્બાસભાઈ શેરસિયા,ગામના સરપંચ આંબાભાઈ કોબિયા, માજી સરપંચ કિશોરસિંહ ઝાલા ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.PMJAY આયુષ્યમાન કાર્ડ કેમ્પમા 70 વર્ષ ઉપરના તેમજ અન્ય ગ્રામજનોના કાર્ડ કાઢવામા આવેલ અને લોકોને વધુમાં વધુ આ સેવાનો લાભ લેવા આગેવાનોએ જણાવ્યૂ હતું.
આ કેમ્પમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના મેડિકલ ઓફીસર ડો તનવીર શેરસિયા તથા આયુષ ડો જયેશ રામાવત અને સુપરવાઈઝર સલીમ પીપરવાડીયા એ હાજરી આપેલ તેમજ કોઠારીયાના MPHW સોયબ ચૌધરી, MPHW ઉર્વેસ બાદી, FHW મદીના કડીવાર,CHO રૂબીના શેરસિયા અને અન્ય આરોગ્યના સ્ટાફે કામગીરી કરી હતી.


