વાંકાનેર

આયુષ્યમાન આરોગ્ય મંદિર ખીજડીયાને મૂલ્યાંકનમાં (NQAS)નું ૯૫.૧૬% માર્કસનું સર્ટિફિકેટ મળ્યું.

આયુષ્યમાન આરોગ્ય મંદિર ખીજડીયા ખાતે તાજેતરમાં જ દિલ્હીની ટીમ આવીને આરોગ્યની તમામ સેવાઓનું મોનેટરીંગ કરેલું હતું જેનું સફળ પરિણામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખીજડીયા મળેલ છે.

વાંકાનેર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખીજડીયા (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે આ નેશનલ લેવલ દિલ્હીની ટીમે તમામ સેવાઓનું મોનિટ્રીગ અને ચેકિંગ ગત તારીખ 26/06/2025ના રોજ કરવામાં આવ્યું હતું. એમનો હેતુ એવો છે કે ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકો સુધી સરકારના ધારાસણો મુજબ મળતી તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ પહોંચે છે કે નહીં અને તેમની ગુણવત્તા કેવી છે.? તે તપાસવાનો…

આ ટીમ દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખીજડીયામાંથી આપવામાં આવતી આરોગ્યની સેવાઓનું મૂલ્યાંકન દિલ્હીથી આવેલી ટીમ દ્રારા કરવામાં આવ્યું હતું, જેમાં ખીજડીયા આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું (NQAS)નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ખીજડીયામાં કુલ 12 પ્રકારની આરોગ્ય સેવાઓ ગુણવતા સભર યોગ્ય સ્ટાન્ડર્ડ મુજબ આપવામાં આવે છે, તેમનું ૯૫.૧૬% માર્ક સાથેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો