વાંકાનેર

વાંકાનેર: છેલ્લા 20 દિવસથી આધારકાર્ડ અને આયુષ્યમાન કાર્ડની સાઈટ બંધ, લોકો પરેશાન…

વાંકાનેર આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ કઢાવવા માટે લોકો વાંકાનેરમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 20 દિવસથી દરરોજ ઓફિસે ધક્કા ખાય છે અને ત્યાં રાહ જોઈ જોઈને ફરી પાછા ઘરે જાય છે પણ તેમના આધાર કાર્ડ કે આયુષ્યમાન કાર્ડનું કોઈ પણ કામ થઈ રહ્યું નથી.

અમોને મળેલી માહિતી મુજબ વાંકાનેરમાં છેલ્લા 20 દિવસથી આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ ની સાઈટ બંધ છે. લોકો અહીંયા લાઈન લગાવીને ઊભા રહે છે પણ સાઇટ શરૂ થતી જ નથી. છેલ્લા 20 દિવસથી લોકોને રોજ ધર્મના ધક્કા ખાવા પડે છે એવી આશાથી લોકો રોજ ધકા ખાય છે આજે નહીં તો કાલે સાઈડ ચાલુ થશે અને તેમનું આધાર કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ નીકળી જશે.

સરકાર ખૂબ બૂમો પાડી પાડીને જેનો પ્રચાર કરે છે પણ એ આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે લોકો કેટલા હેરાન પરેશણ થઈ રહ્યા છે તેમની તેમને ખબર નથી કે દરકાર નથી. હવે લોકો થાકી ગયા છે, લોકો તો થાકી જ ગયા છે પણ તેમની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ કાઢનાર ઓપરેટરો પણ થાકી ગયા છે…! રોજ લોકોને શું જવાબ આપવો અને થાકેલા લોકો પણ હવે આ ઓપરેટરો સાથે માથાકૂટ કરી રહ્યા છે. ત્યારે ઓપરેટરો પણ હવે સાઇટ ચાલુ થાય તો અમે કામ કરીએ તેવું કહી રહ્યા છે.

છેલ્લા 20 દિવસથી લોકો આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ માટે ધક્કા ખાઈ રહ્યા છે. એ લોકો અને ઓપરેટર જ પરેશાની છે, અધિકારી કે પદાધિકારી ને કોઈ ફરક પડતો નથી અને એવું પણ કહી શકાય કે તેઓ બે જવાબદાર રીતે પોતાની કહેવાતી સેવા બજાવી રહ્યા છે. હવે આ 20 દિવસથી થાકેલા લોકો આગ બબુલા થઈ રહ્યા છે. એ મેદાનમાં ઉતરે તે પહેલા અધિકારીઓ અને પદાધિકારીઓ મેદાનમાં આવીને વેબસાઈટ ચાલુ કરાવે એ ખૂબ જ ઇચ્છનીય છે.

આ સમાચારને શેર કરો