Placeholder canvas

ટંકારા: દલિત સમાજ દ્રારા જીજ્ઞેશ મેવાણીની ધરપકડનાં વિરોધમાં મામલતદારને આવેદન

ટંકારા તાલુકા પંચાયત સદસ્ય તથા દલિત સમાજ દ્રારા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની બિન કાયદેસર ધરપકડનાં વિરોધમાં અને સત્વરે મુક્ત કરવામાં આવે એ માંગ સાથે મામલતદાર ટંકારાને આવેદન પત્ર આપ્યું.

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે કરેલી ધરપકડના વિરોધમાં આજે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય જેન્તીભાઈ સારેસા અને તાલુકાના દલિત સમાજના લોકોએ ટંકારા મામલતદારને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું

આવેદનપત્રમા જણાવ્યું હતું કે જીજ્ઞેશ મેવાણી અનુ. જાતિ ના હોય સમાજના નેતૃત્વને ડરાવવા અને દબાવવા ભાજપ સરકાર પ્રયાસ કરે છે પરંતુ આ લોકશાહી દેશમાં આવી તાનાશાહી અને હિટલર શાહી ચલાવી નહી લેવાઈ તાકીદે કેસ પાછો ખેંચી રીહા કરવા માટે અંતમાં જણાવી જો આમ કરવામાં નહી આવે તો ના છુટકે રસ્તા ઉપર ઉતરી ન્યાય માટે લડતના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

આવેદન વેળાએ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક અગ્રણીઓ અને જાગુત નાગરિકો હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો