Placeholder canvas

વાંકાનેરમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ : બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે સામા પક્ષે પણ સગીરાને ખોટી શંકા થઇ હોવાની ફરિયાદ કરાઈ છે. હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે 1 વાગ્યા આસપાસ માટેલ ગામે રહેતા એક પરિવારની 15 વર્ષની દીકરી ઘરમાં એકલી હતી. ત્યારે પાડોશમાં રહેતા પરસોત્તમભાઈ ઉકાભાઇ ઠાકોર (ઉં.વ. 35)એ એકલતાનો લાભ ઉઠાવી ફરિયાદીના ઘરમાં સગીરા પાસે જઈ રૂમનો દરવાજો બંધ કરી સગીરાના મોઢા ઉપર હાથે મુંગો દઇ દીધો હતો.

સગીરાના ગાલ, ડોક તેમજ વાંસાના ભાગે નખથી નખોરીયા ભરાવીને સગીરાની કુર્તી ફાડી નાખીને સગીરાને સેટી ઉપર સુવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સગીરાએ બુમાબુમ કરી મૂકી હતી. આથી, આજુબાજુમાં રહેતા લોકો ત્યાં આવી ગયા હતા. તે જોઈને આરોપી રૂમમાંથી નાસી ગયો હતો.

આ સમાચારને શેર કરો