ઇન્સ્ટાગ્રામમાં રિલ્સ બનાવવા સ્કૂટર પર ધોકા સાથે નીકળી હુમલો કર્યો.

ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ વધારવા માટેના ખેલમાં પોલીસે તેમનો ફાંકો કાઢી નાખ્યો !

રાજકોટમાં ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં ધોકા વડે હુમલો કરતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ અંગે તપાસ કરી કિશોર સહિતના ચારેક શખ્સોને પકડી ગુનો દાખલ કર્યો છે. બનવાની વિગત મુજબ મવડીના અંકુરનગર મેઈન રોડ, ગોપાલ પાર્ક પાસે હુમલો થયાનું ખુલ્યું હતું, જેમાં સ્કુટર પર નીકળી અમુક શખ્સો એક યુવાનને ધોકાથી માર મારતા હોવાનું નજરે પડે છે.

આ વીડિયો વાયરલ થતાં માલવીયાનગર પોલીસ હરકતમાં આવેલી, પીઆઇ કે.એન. ભુકણના માર્ગદર્શનમાં પી.એસ.આઈ. એમ.એસ. મહેશ્વરી સહિતના સ્ટાફે ચારને ઉઠાવી પુછપરછ શરૂ કરી હતી. પકડાયેલામાં આરોપીઓમાં મજૂરી કરતો સાગર જીતેન્દ્ર ડોડીયા (ઉ.વ.19, રહે. ઉદયનગર 2, શેરી નં.8), અભ્યાસ કરતો અભિષેક હરેશ હરણેશા(ઉ.વ.19, રહે. જલારામ સોસાયટી, શેરી નં.1, મવડી ચોકડી) એક સગીર વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ બનાવ વખતે સાહિલ ગોહિલ અને હિતેશ બોરીચા નામનો યુવાન પણ હાજર હતો. જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે. માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી, સુલેહ શાંતિ ભંગનો ગુનો દાખલ કર્યો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો