વાંકાનેર

વાંકાનેર: અરણીટીંબાના બોર્ડ પાસે જમીન લે-વેંચના પૈસા મામલે વાલાસણના વૃદ્ધ ઉપર હુમલો.

વાંકાનેર: વાંકાનેર-મીતાણા રોડ પર અરણીટીંબાના બોર્ડ પાસે દૂધ ભરાવી પરત ફરતા વાલાસણ ગામના વૃદ્ધને કારમાં આવેલા બે ઈસમોએ રસ્તામાં જ રોકી જમીનના પૈસાની લેતીદેતી મામલે ધોકા-પાઇપ વડે હુમલો કરી બેફામ મારી મારી ફેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડી હતી,આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બે ઇસમો સામે ગુનો નોંધીયો છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ ખાતે રહેતા ફરિયાદી હુશેનભાઈ જલાલભાઈ ખોરજીયા (ઉ.વ.‌ ૭૪) ગઇકાલે પોતાનું વાહન લઇને અરણીટીંબાના બોર્ડ પાસે આવેલ સ્વરાજ ડેરીએ દુધ આપી પરત ઘરે ફરતા હોય ત્યારે આરોપી નઝરૂદ્દીનભાઈ ગનીભાઈ બાદી (રહે. મહીકા) અને એક અજાણ્યો ઇસમ કાળા કલરની કારમાં આવી રસ્તામાં ફરિયાદીના વાહનને રોકાવી ‘ તારે જમીન લે-વેંચના પૈસા આપવા છે કે નહીં ? ‘ તેમ‌ કહી ફરિયાદી પર ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી બેફામ મારી મારી હાથે-પગે ઈજાઓ પહોંચાડી નાશી છુટ્યા હતા,

ઇજાગ્રત ફરિયાદીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો