થાનમાં નજીવા પ્રશ્ર્ને યુવાન ઉપર મહિલા સહિત બે શખ્સનો હુમલો

થાનમાં આવેલા હાઉસીંગ બોર્ડમાં રહેતા યુવાન સાથે મહિલા સહિત બે શખ્સે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ધોકા વડે હુમલો કર્યો હતો.હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર થાનમાં આવેલા હાઉસીંગ બોર્ડમાં રહેતા નિખીલ રામજીભાઈ ચાવડા નામના 25 વર્ષનો યુવાન બપોરના બે વાગ્યા અરસામાં ઘર પાસે હતો. ત્યારે વિકકી લાંબો અને ચંપાબેન નામના બંને શખ્સોએ નિખીલ ચાવડા સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ધોકા વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે થાન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
